1 st Floor, Khatodara Health Centre, Besides Chosath Joganiyo Matas Temple, Udhana Magdalla Road, Khatodara, Surat 395 002

Stem Cell Awareness

સ્ટેમસેલ પ્રિઝર્વેશન - દરેક નવજાત બાળકનો અધિકાર

સ્ટેમસેલ પ્રિઝર્વેશનથી તમે માત્ર નવજાત બાળકનાં સ્વાસ્થ્યને સલામત નથી કરી રહ્યા, પણ તમારા પરિવારનાં સ્વાસ્થ્યને પણ સલામત કરી રહ્યા છો.

તમારા નવજાત શિશુનાં સ્ટેમસેલ પ્રિઝર્વ કરાવો અને આપો બાળકની સાથે તમારા પરિવારને એક સલામત ભવિષ્ય...

બાળકના જન્મ સમયે દરેક માતા-પિતા એનાં સલામત ભવિષ્યને લઇને ચિંતિત હોય છે. એમણે બાળકની સ્કૂલ નક્કી કરી એન્જીનિયર એ પણ નક્કી થઇ ગયું હોય છે, એ ફોરેન યુનિવર્સિટીમાં ભણી શકે અને એનાં ભવ્યાતિભવ્ય લગ્ન થઇ શકે એનું પ્લાનિંગ પણ માતા-પિતાએ કરી લીધું હોય છે. પણ, બાળકનાં સ્વાસ્થ્યનું પ્લાનિંગ ? તમે કહેશો કે મેડિક્લેમ લીધો ને…! પણ, મેડિક્લેમ બાળકને માંદુ પડ્યા બાદ સાજુ નહીં કરી શકે ! જો તમે બાળકનાં જન્મ સમયે ગર્ભનાળ સાથે જોડાયેલા એનાં સ્ટેમસેલ પ્રિઝર્વ કરાવશો તો ભવિષ્યમાં તમારૂં બાળક અને તમારા પરિવારનાં સભ્યો કેન્સર જેવી બિમારીથી વધારે ગંભીર બિમારીઓ વચ્ચેથી સાજાં થઇ શકે છે.

વિજ્ઞાન જે દિશામાં કામ કરી રહ્યું છે એ જોતાં ભવિષ્યમાં સચવાયેલા સ્ટેમસેલથી પેરાલિસિસ, પાર્કિન્સન્સ, ડાયાબિટીસ જેવી ઘણી બિમારી સારી થઇ શકે છે. વિજ્ઞાન કહે છે..

છેલ્લા ૧૦૦ વર્ષમાં મેડિકલ સાયન્સ ઘણું આગળ વધ્યું છે. જૂના રિસર્ચનો સહારો લઇને માત્ર ૧૨ થી ૧૫ મહિનામાં જ મેડિકલ સાયન્સે કોરોનાની રસી શોધી સમગ્ર વિશ્વને કોરોનાની મહામારી સામે લડવા એક ઢાલ તૈયાર કરી આપી.

મેડિકલ સાયન્સ સ્ટેમસેલ થેરાપી પર કામ કરી રહ્યુંછે.

સ્ટેમસેલ એટલે શરીરમાં રહેલી એવી કોશિકાઓ જે શરીરની બીજી કોઇપણ કોષિકાઓની મરમ્મત માટે કામમાં આવી શકે છે. જેમ કે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન બનાવતી કોષિકાઓમાં ખરાબી આવે તો સ્ટેમસેલની મદદથી એને સાજું કરી શકાય. વિજ્ઞાન અત્યારે આ દિશામાં કામ કરી રહ્યું છે. ભવિષ્યમાં જો વિજ્ઞાન સફળ થયું તો પાર્કિન્સન્સ, હૃદયનાં રોગ, ડાયાબિટીસ, આર્થરાઇટિસ, માથામાં થયેલી ઇજા, અલ્ઝાઇમર, દાંતોનો ઇલાજ, થેલેસેમિયા જેવા અનેક રોગોનાં ઇલાજ માટે સસ્ટેમસેલનો ઉપયોગ થઇ શકશે.

સ્ટેમસેલ પ્રિઝર્વેશન એટલે...

બાળક ગર્ભનાળની મદદથી માતા સાથે જોડાયેલું હોય છે. જન્મ સમયે આ ગર્ભનાળને મેડિકલ વેસ્ટમાં ફેંકી દેવાય છે. પણ ગર્ભનાળમાં રહેલું લોહી ખૂબ મહત્વપૂર્ણ છે. એ જ લોહીમાં સ્ટેમસેલ રહેલા હોય છે. આ સ્ટેમસેલમાં બાળક અથવા તો બાળકની સાથે લોહીનો સંબંધ ધરાવતી પરિવારની વ્યક્તિનાં જીવનને બચાવવાની શક્તિ રહેલી છે. આ લોહીનો વૈજ્ઞાનિક પધ્ધતિથી સંગ્રહ કરવામાં આવે છે. જેને સ્ટેમસેલ પ્રિઝર્વેશન કહે છે. બાળકના જન્મ સમયે ગર્ભનાળમાં રહેલા લોહીમાં સ્ટેમસેલ સૌથી વધુ પ્રમાણમાં રહે છે. આ લોહીને વૈજ્ઞાનિક પધ્ધતિથી વર્ષો સુધી સાચવવામાં આવે છે.