Smt. Suvarna Mahesh Desai and Dr. Mahesh K. Desai (M.D.) Thalassemia Blood Transfusion and Research Centre

About Us

Surat Raktadan Kendra and Research Centre (SRKRC) is issuing Safest NAT tested Blood and Blood Components to the common people of Surat city as well as villages of  Surat, Bharuch  Narmada and Tapi districts.

SRKRC is providing blood and blood components to the Thalassemia diseases affected children, patients suffering from sickle cell anemia disorder and hemophilia patients as well as poor needy patients from Govt. Civil Hospitals and SMIMER hospital (managed by Surat Municipal Corporation) Totally Free of Cost. Processing charge of approx. 9000 units / year worth Rs. 1.25 Cr. is borne by SRKRC.

Till date the safest NAT tested blood and its components given by SRKRC to patients suffering from Thalassemia were transfused at private and charitable hospital/centers. In view of above our Trustees and Board of Directors decided to start “Thalassemia Blood Transfusion and Research Centre”

One of the philanthropist Dr. Mahesh K. Desai (MD) has come forward and happily decided to contribute his whole hearted support to these humanitarian service activities.

Thus “Smt. Suvarna Mahesh Desai and Dr Mahesh K Desai MD Thalassemia Blood Transfusion and Research Centre” has taken shape and centre was inaugurated by the worthy hands of Hon. Dr. Mahesh K. Desai (MD) in presence of Trustees, Board of Directors, eminent Doctors, philanthropists and electronic and print media personnel on 19/12/2024.

“Another one more feather in the cap of SRKRC has commenced”  

Dr. Mahesh K. Desai (M.D.)

Smt. Suvarna Mahesh Desai

થેલેસેમિયા શું છે? (What is Thalassemia?)

થેલેસેમિયા એ આનુવંશિક રક્ત વિકારો (inherited blood disorders) નો એક સમૂહ છે, જેમાં શરીર હિમોગ્લોબિન (hemoglobin) નું અસામાન્ય અથવા અપૂરતું પ્રમાણ બનાવે છે.
 

થેલેસેમિયા મેજર એક ગંભીર પ્રકારનો લોહીનો રોગ છે. જેમાં લોહીમાં હિમોગ્લોબિન બનતું નથી. જીંદગીભર બીજા રક્તદાતાઓના લોહી પર નિર્ભર રહેવું પડે છે.

આ રોગની સારવાર, ટોનિક કે ગોળીઓથી નથી થઈ શકતી. આના માટે દર ૧૫ થી ૨૦ દિવસે લોહી બદલાવું પડે. લોહી તત્વ દુર કરવાની દવાઓ તેમજ અસ્થિમજ્જાના પ્રત્યારોપણ જે ખૂબ જ ખર્ચાળ છે.

૧૩૦ કરોડની વસ્તીવાળા આપણા દેશમાં ૨.૫ લાખથી વધુ થેલેસેમિયાના બાળકો છે, અને દર વર્ષે ૮ થી ૧૦ હજાર દર્દીઓ વધતા જાય છે. કેટલીક કોમો જેવી કે સિંધી, લુહાણા, ભણશાળી, મુસલમાન, પંજાબી વિગેરેમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આવો, થેલેસેમિયાને રોકીએ અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.

Know more about Thalassemia

Frequently Asked Questions

થેલેસેમિયા વાહક ટ્રેઈટ અથવા વાહક માઈનોર તરીકે પણ ઓળખાય છે. બાહ્ય દેખાવે તે વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત હોય છે. તે નથી જાણતા થેલેસેમિયા વાહક છે. તે જ્યારે લોહીનો રિપોર્ટ ન કરાવે ત્યાં સુધી જાણી શકતા નથી.

થેલેસેમિયા કેરીયરનું આયુષ્ય સામાન્ય વ્યક્તિ જેટલું જ હોય છે. પરંતુ આપ બંને (પતિ/પત્નિ) થેલેસેમિયા વાહક હોય તો દરેક ગર્ભધાન વખતે ૨૫% શક્યતા થેલેસેમિયા મેજર (રોગગ્રસ્ત) હોવાની, ૫૦% થેલેસેમિયા કેરીયર અને ૨૫% સામાન્ય (નોર્મલ) બાળક હોવાની રહે છે.

થેલેસેમિયા મેજર એક ગંભીર પ્રકારનો લોહીનો રોગ છે. જેમાં લોહીમાં હિમોગ્લોબિન બનતું નથી. જીંદગીભર બીજા રક્તદાતાઓના લોહી પર નિર્ભર રહેવું પડે છે.

આ રોગની સારવાર, ટોનિક કે ગોળીઓથી નથી થઈ શકતી. આના માટે દર ૧૫ થી ૨૦ દિવસે લોહી બદલાવું પડે. લોહી તત્વ દુર કરવાની દવાઓ તેમજ અસ્થિમજ્જાના પ્રત્યારોપણ જે ખૂબ જ ખર્ચાળ છે.

હા, દર મહિને રૂ।. ૭૦૦૦ થી ૮૦૦૦ સુધી અને વર્ષે રૂા. એક લાખ પણ થઈ શકે છે.

ભારતમાં ૩ કરોડ લોકો થેલેસેમિયા વાહક છે. દર ૩૦ થી ૫૦ વ્યક્તિએ એક કેરીયર છે. ભારતમાં ગુજરાતી, પંજાબી, સિંધી વગેરેમાં વધારે થેલેસેમિયા વાહક છે.

કોઇપણ સુસજ્જ લેબોરેટરીમાં તેમજ થેલેસેમિયા સોસાયટીમાં આ પરીક્ષણ કરાવી શકો છે. સુરત રક્તદાન કેન્દ્ર એન્ચ રિસર્ચ સેન્ટરમાં આ સુવિધા ઉપલબ્ધ છે.

  1. થેલેસેમિયા મેજર બાળકનું જીવન રક્તદાતાઓ ઉપર આવલંબિત છે. તેથી ઓછામાં ઓછું વર્ષમાં ૨
  2. બીજા મિત્રો, કુટુંબીજનો રક્તદાન કરવા પ્રોત્સાહિત કરો.
  3. મોટાભાગનાં દર્દીઓ ગરીબ કુટુંબના હોવાથી આવી મોંઘી અને અત્યંત આધુનિક સારવારથી વંચિત રહે છે, વધારે પીડાય છે માટે શક્ય હોય તો એક બાળકને સારવાર માટે દત્તક લઈ શકો છો.
  4. સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર જેવી સંસ્થાઓને દાન આપીને કે બાળકને દત્તક લઈને
  1. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવા સંજોગામાં થેલેસેમિયા મેજર બાળક થવાની શક્યતા નથી. પરંતુ ૫૦% થેલેસેમિયા વાહક (કેરીયર) બાળકો થવાની શક્યતા છે.

  1. સામાન્ય રીત લગ્ન પહેલાં અને ગર્ભધાન પહેલાં તો ચોક્કસ કરાવવું હિતાવહ છે. એકવાર નિદાન થયા પછી તેના નિદાનમાં ફેરફાર થતો નથી. સામાન્ય-સામાન્ય અને કેરીયર-કેરીયર જ રહે છે.

    • જો આપ કુંવારા હો/લગ્ન થઈ ગયા હોય તો, અને બાળક ઈચ્છતા હોય, તો આપશ્રી HBA ઈલેક્ટ્રોફોરસીસ અથવા HBHPLC કરાવી શકો.
    • જો આપનું HB A2 3.5% થી વધારે હોય તો આપ ચોક્કસ થેલેસેમિયા વાહક છો| કેરીયર| માઈનોર છે.
    • જો આપ વાહક નથી તો કોઈ સાવચેતી લેવાની જરૂર નથી.
    • જો આપ વાહક છો તો લગ્ન સમયે વાહક સાથે લગ્ન ન કરવા.
    • જો તમે વાહક હોય તો અને લગ્ન થઈ ગયા હોય તો આપની પત્નિનું થેલેસેમિયા વાહક માટે પરિક્ષણ કરાવો.
    • જો પત્નિ વાહક ન હોય તો કોઈ સાવચેતીની જરૂર નથી.
    • જો બંને વાહક હોય તો આપને અનુવાંશિક માર્ગદર્શન જરૂરી છે.
    • તે માટે સેન્ટરનો સંપર્ક સાધી શકો છો.
    • જો ભાવિ બાળક થેલેસેમિયા મેજર નિદાન થાય તો આપ નિષ્ણાત ડોક્ટર પાસે સલાહ લઈને ગર્ભપાત કરાવી શકો અને બીજી વખત ગર્ભધાન કરવું.